શેલ્બી-ડારિયા વચ્ચે 3 કલાક 33 મિનિટ સુધી મુકાબલો ચાલ્યો, હમણા સુધીની લોંગેસ્ટ મેચ રમી

શેલ્બી-ડારિયા વચ્ચે 3 કલાક 33 મિનિટ સુધી મુકાબલો ચાલ્યો, હમણા સુધીની લોંગેસ્ટ મેચ રમી

યુએસઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સમાં અમેરિકાની સ્થાનિક ખેલાડી શેલ્બી રોજર્સે  ઓસ્ટ્રેલિયાની ડારિયા ગાવરિલોવાને 7-6, 4-6, 7-6થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. રોજર્સે 25 વર્ષીય ગાવરિલોવાને ત્રણ કલાક 33 મિનિટ સુધી ભારે સંઘર્ષ કર્યા બાદ પરાજય આપ્યો હતો જે ગ્રાન્ડસ્લેમની વિમેન્સ સિંગલ્સનો સૌથી લાંબામાં લાંબો મુકાબલો રહ્યો છે. અગાઉનો રેકોર્ડ ત્રણ કલાક 23 મિનિટનો હતો. છેલ્લે બ્રિટનની જોહાન કોન્ટાએ 2015માં સ્પેનની ગાર્બિન મુગુરુઝાને બીજા રાઉન્ડના લોંગેસ્ટ મુકાબલામાં 7-6, 6-7, 7-2થી હરાવી હતી. વિશ્વની પ્રથમ ક્રમાંકિત ચેક રિપબ્લિકની કેરોલિન પ્લિસકોવાએ સ્થાનિક ખેલાડી નિકોલ ગિબ્સને 2-6, 6-3, 6-4થી હરાવી હતી. ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન લેટવિયાની 12મી ક્રમાંકિત જેલેના ઓસ્ટાપેન્કોએ રોમાનિયાની સોરાના ક્રિસ્ટિયૂને 6-4, 6-4થી હરાવીને પોતાના અભિયાનને આગળ વધાર્યું હતું. 10મી ક્રમાંકિત પોલેન્ડની એગ્નિસઝકા રાડવાન્સ્કાએ કઝાકિસ્તાનની યુલિયા પુતિનત્સેવાને 7-5, 6-2થી પરાજય આપ્યો હતો. 2004ની ચેમ્પિયન રશિયાની સ્વેતલાના કુઝનેત્સોવા જાપાનની કુરુમી નારા સામે 6-3, 3-6, 6-3થી હારી જતાં વિમેન્સ સિંગલ્સમાં અપસેટ સર્જાયો હતો. ટોપ-8 ખેલાડીઓમાં પરાજય મેળવનાર કુઝનેત્સોવા પાંચમી ખેલાડી છે. ત્રીજા રાઉન્ડ પહેલાં સિમોના હાલેપ, કેરોલિન વોઝનિયાકી, એન્જલિક ક્રેબર તથા જોહાન કોન્ટા પણ હારી ગઇ હતી.