કેમરોન વ્હાઇટનો ઓસ્ટ્રેલિયન વન-ડે ટીમમાં સમાવેશ

કેમરોન વ્હાઇટનો ઓસ્ટ્રેલિયન વન-ડે ટીમમાં સમાવેશ

મેલબોર્ન: ઇંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણી માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ઇજાગ્રસ્ત ક્રિસ લિનના સ્થાને અનુભવી બેટ્સમેન કેમરોન વ્હાઇટનો ટીમમાં સમાવેશ કર્યો છે. 34 વર્ષીય વ્હાઇટ 2015 બાદ ક્રિકેટની કોઇ પણ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમ્યો નથી. રાઇટ હેન્ડેડ બેટ્સમેન હાલ ટ્વેન્ટી20ના શાનદાર ફોર્મમાં છે. તેણે હાલની બિગ બેશ લીગમાં મેલબોર્ન રેનેગેડ્સ તરફથી 115.85ના સ્ટ્રાઇક રેટથી 142.5ની એવરેજથી  285 રન બનાવ્યા છે. ક્રિસ લિનને પિંડીના સ્નાયુ ખેંચાઇ જવાની ઇજા થઇ છે અને વ્હાઇટ ટીમમાં ચોથા ક્રમના બેટ્સમેન તરીકે રમે તેવી સંભાવના છે.