અમેરિકામાં ઇન્ડિયન એમ્બેસીએ આ કચ્છી મહિલાને બનાવ્યા ‘સ્પેશીયલ ગેસ્ટ’

અમેરિકામાં ઇન્ડિયન એમ્બેસીએ આ કચ્છી મહિલાને બનાવ્યા ‘સ્પેશીયલ ગેસ્ટ’

ભુજ: મૂળ મુન્દ્રા તાલુકાના અને હાલમાં અમેરિકા વસતાં કચ્છી મહિલા જ્યોતિ ધરોડને અમેરિકાની ઇન્ડિયન એમ્બેસીએ સ્પેશિયલ ગેસ્ટ તરીકેનું સ્થાન આપ્યું છે. તાજેતરમાં ભારતના 70મા સ્વાતંત્રયની ઉજવણી વોશિંગ્ટન ડીસીમાં કરાઇ હતી. 

કલ્ચરલ મિનિસ્ટર એન.કે.મિશ્રા સાથે મુલાકાત થઇ

 

જે દરમ્યાન મુન્દ્રા તાલુકાના પત્રીમાં પીયર અને સાડાઉમાં સાસરું ધરાવતા જ્યોતિ મોહિતભાઇ ગાલા પણ સામેલ થયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ દરમ્યાન ત્યાંના એમ્બેસેડર અરૂણકુમાર સિંઘ અને કલ્ચરલ મિનિસ્ટર એન.કે.મિશ્રા સાથે મુલાકાત થઇ હતી. આ દરમ્યાન તેમણે અમેરિકામાં કરેલી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી જણાવતા તેમને સ્પેશિયલ ગેસ્ટ માટે જણાવાયું હતું.