ભરતસિંહ સોલંકી વલસાડ દોડી ગયા

ભરતસિંહ સોલંકી વલસાડ દોડી ગયા

રાજકોટ, તા. ૧૧ : જમ્મુ-કાશ્મીરના અનંતનાગના અમરનાથ યાત્રીકો પર અંધાધૂંધ ગોળીબાર કરી સાત ગુજરાતી યાત્રીકોની હત્યા કરવાની ઘટનાનો ભોગ બનેલા વલસાડના ત્રણ મૃતદેહોને આજે વતન ઉદવાળા લાવવામાં આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, ધારાસભ્ય શૈલેષ પરમાર તથા વલસાડના કોંગી નિરીક્ષક પ્રદીપ દવે (બકાભાઇ) સહિતના કોંગી અગ્રણીઓ વલસાડ દોડી ગયા હતાં અને આજે બપોરના મૃતકોના પરિવારજનોને શાંત્વના પાઠવી હતી. કમભાગી અમરનાથ યાત્રીકોના મૃતદેહોને વાયુસેનાના વિમાનમાં આજે સવારે સુરત એરપોર્ટ લાવવામાં આવ્યા હતાં અને ત્યાંથી વલસાડ લઇ જવાયા હતાં. આજે સવારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સોલંકી, ધારાસભ્ય પરમાર અને પ્રદીપ દવે અમદાવાદથી મૃતકોને શ્રદ્ધાંજલી અર્પવા અને પરિવારજનોને શાંત્વના પાઠવવા તથા સોનિયાજી અને રાહુલ ગાંધી વતી હૈયાધારણ આપવા વલસાડ આવી પહોંચ્યા હતાં. કોંગ્રેસ પ્રમુખે ગુજરાત કોંગ્રેસ પરિવાર મૃતકોના પરિવારના દુઃખમાં ભાગીદાર હોવાનું જણાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.