સાબરમતીમાં નાહવા પડેલા અમદાવાદના 3 યુવકના ડૂબી જવાથી મોત

સાબરમતીમાં નાહવા પડેલા અમદાવાદના 3 યુવકના ડૂબી જવાથી મોત

વડનગર તાલુકાની જૂની વાગડી ગામેને અડીને પસાર થતી સાબરમતી નદીમાં રવિવારે નાહવા પડેલા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તાના 11 યુવાન પૈકી 6 યુવાન પાણીમાં ગરકાવ થઈ જતાં 3 ને બચાવી લેવાયા હતા જ્યારે ત્રણ યુવાનો આયુષ કેતનભાઈ પટેલ, ભવ્ય પરેશભાઈ પટેલ અને મિહિર નિર્મલભાઈ પટેલ ડૂબી જતાં મોત નિપજ્યા હતા. આયુષ 12 કોમર્સમાં, ભવ્ય 12 સાયન્સમાં અને મિહિર 11 સાયન્સમાં અભ્યાસ કરતા હતા. બચી ગયેલા યુવાનોને સારવાર અર્થે ખસેડાયા હતા. પોલીસે ત્રણેય યુવાનોના મૃતદેહનું વડનગર સિવિલમાં પીએમ કરાવી મૃતદેહ પરિવારને સોંપી દીધા હતા. રવિવારે રાત્રે ત્રણેયના મૃતદેહ અમદાવાદ લવાયા હતા ત્યારે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ભવ્યનો પગ લપસતા તેમની સાથેના પાર્થે તેને બચાવવા ગયો હતો પરંતુ બચાવી શક્યો નહોતો. ત્રણેય યુવાનોના મૃત્યુના સમાચારથી તેમના પરિવારના સભ્યો ઘેરો આઘાત લાગ્યો છે. જ્યારે મિહિરની માતાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ફરવા નીકળેલા યુવાનો સપ્તેશ્વર મંદિરે દર્શન કરવા જવાના હતા પરંતુ ત્રણ મિત્રોનાં મોત થતાં મંદિરે દર્શન કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી.