તબીબને ત્યાં ચોરી કરતા પકડાયેલા કર્મીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યુ

તબીબને ત્યાં ચોરી કરતા પકડાયેલા કર્મીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યુ

વડોદરા: છાણી જકાતનાકા વિસ્તારના ડોક્ટરે હોસ્પિટલમાં કામ કરતા ડ્રાઇવર પર ચોરીનો આક્ષેપ કરતા આવેશમાં આવી જઇ તેણે ઝેર ગટગટાવી લીધું હતું. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ ડ્રાઇવરનું મોત નીપજતા ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ ડ્રાઇવર સીસીટીવીમાં ચોરી કરતા દેખાયો હોવાનું કહી ડોક્ટરે તેના ભાઇએ કરેલો આક્ષેપ ખોટો હોવાનું કહ્યું છે.
છાણી જકાતનાકાના વી.એમ.સી. ક્વાટર્સમાં રહેતો 38 વર્ષીય ડ્રાઇવર કનુ ગોરધન વાળંદે ગત 7 ઓક્ટોબરે સવારે ઉઘઇ મારવાની દવા ગટગટાવી લીધી હતી. તેને સયાજી હોસ્પિટલમાં ખસેડતા ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. મૃતક કનુના ભાઇ નવીન વાળંદે કહ્યું હતું કે, તેનો ભાઇ છાણી જકાતનાકા પાસેની ડો. હિતેશ શાહની હોસ્પિટલમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. ડોક્ટરે તેના પર ચોરીનો આક્ષેપ કરતાં નોકરી છોડી દીધી હતી. આક્ષેપને પગલે મારા ભાઇને લાગી આવતા આપઘાત કર્યો હતો. જો કે ડો. હિતેશ શાહે તેના ભાઈના આરોપ ખોટા છે.