રાષ્ટ્રપતિ ટ્રમ્પની માથે છે અધધધ દેવુ

રાષ્ટ્રપતિ ટ્રમ્પની માથે છે અધધધ દેવુ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જર્મનીના દેવાદાર છે ! અમેરિકી સરકારનાં એથિક્સ કાર્યાલયે બહાર પાડેલા આર્થિક રિપોર્ટમાં આ હકીકત બહાર આવી છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પર જર્મની, અમેરિકા અને અન્ય ઉધારી આપનારાઓના ૨૦ અબજ રૃપિયાથી વધુનું દેવું છે. અમેરિકાની ફેડરલ આર્થિક અહેવાલ મુજબ ટ્રમ્પ પર આ દેવું ૨૦૧૭ના વર્ષના મધ્ય દરમિયાનનું છે.

સફળ બિઝનેસમેનથી રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પને નવી વોશિંગ્ટન હોટેલ થકી લગભગ બે કરોડ ડોલરથી વધુનો નફો થયો હતો. વ્હાઇટ હાઉસની નજીક આવેલી આ હોટેલનો સપ્ટેમ્બરમાં પ્રારંભ થયો હતો. આ ઉપરાંત વિન્ટર વ્હાઇટ હાઉસના નામથી જાણીતું ફ્લોરિડા ખાતેની માર એ લાગો રેસ્ટોરાંનો નફો પણ વધ્યો છે. વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭ની શરૃઆત દરમિયાન ટ્રમ્પની ઓછામાં ઓછી ૫૯.૪ કરોડ ડોલર આવક રહી છે. ટ્રમ્પને સૌથી વધુ ૧૧.૫૯ કરોડ ડોલરનો નફો મિયામી સ્થિત ટ્રમ્પ નેશનલ ડોરાલ ગોલ્ફ રિસોર્ટ પાસેથી થયો હતો.