ભૂરા રંગની ગાયો આપે છે ખાસ ફલેવરનું દૂધ

ભૂરા રંગની ગાયો આપે છે ખાસ ફલેવરનું દૂધ

સાત ટકા લોકોનું માનવું છે કે ભૂરા રંગની ગાયો ચોકલેટ ફલેવરનું દૂધ આપે છે. આ સાત ટકાને એટલી પણ ખબર નથી કે ચોકલેટ દૂધ ક્યાંથી આવે છે. તેમનું માનવું છે ચોકલેટ ફલેવર કુદરતી પ્રોડક્ટ છે અને ભૂરા રંગની ગાયો આ દૂધ આપે છે.અમેરિકામાં સામાન્ય રીતે લોકોને ખેતી અને દૂધ તથા તેના સાથે સંકળાયેલી બનાવટો વિશે ખૂબ જ ઓછી માહિતી હોય છે. આ લોકોને એવી પણ જાણકારી હોતો નથી કે તેઓ કાંઈ પણ ખાય છે પીવે છે તેનું ઉત્પાદન કયાં અને કેવી રીતે થાય છે.

90ના દાયકામાં અમેરિકી કૃષિ વિભાગના સર્વેમાં જાણવા મળ્યું હતું કે પ્રત્યેક પાંચમાંથી એક અમેરિકી નાગરિકને હેમ્બર્ગમા નાખવામાં આવતું માસ ખરેખર ગોમાસ હોય છે તેની પણ ખબર હોતી નથી. સર્વે યોજનારાઓનું માનવું છે કે 90ના દાયકા અને વર્તમાન સર્વેના તારણોમાં ખાસ અંતર નથી. સર્વેના તારણો પરથી કહી શકાય કે વર્તમાન સમયમાં પણ સારા એવા પ્રમાણમાં અમેરિકનો પાસે ખોરાક, ખેતી અને દૂધની બનાવટો વિશેની પાયાની જાણાકારી નથી.