ક્યુબાને ફરી ધકેલ્યુ અધોગતિમાં

ક્યુબાને ફરી ધકેલ્યુ અધોગતિમાં

ટ્રમ્પે ક્યુબા પર નવેસરથી પ્રવાસ પ્રતિબંધનો કોરડો ઝિંક્યો છે. ટ્રમ્પે મિયામીમાં શુકુવારે સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે અગાઉની સરકારે ક્યુબા પરના પ્રવાસ અને વેપાર પ્રતિબંધો હળવા બનાવ્યા હતા, પરંતુ ક્યુબાના લોકોને તેનાથી કોઈ લાભ નહીં થાય.

ટ્રમ્પે ઓબામાની ક્યુબા સમજૂતીને એક તરફી ગણાવી તેને રદ કરી છે. વ્હાઈટ હાઉસે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકાના લોકો અને કંપનીઓ ક્યુબા સાથે વેપાર કરી શકશે નહીં. ટ્રમ્પે જોકે ક્યુબામાં અમેરિકી દૂતાવાસને બંધ કરવાનો નિર્ણય લીધો નથી. ટ્રમ્પે જણાવ્યું હતું કે ક્યુબામાં અમેરિકી દૂતાવાસ ચાલુ જ રહેશે. બંને દેશોના સંબંધ વધારે ઘનિષ્ઠ અને શ્રેષ્ઠ બને તે માટે દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લેવાયો નથી.