આ માણસ પાસે છે 5.3 લાખ કરોડ રૂ

આ માણસ પાસે છે 5.3 લાખ કરોડ રૂ

એમેઝોનના સ્થાપક અને વિશ્વના બીજા સૌથી ધનવાન વ્યક્તિ જેફ બેઝોસે પોતાની સંપત્તિનું દાન કઈ રીતે કરવું એ જાણવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરની મદદ લીધી છે.

82.8 બિલિયન ડોલર (5.3 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ ધરાવતા જેફ બેઝોસે ટ્વિટ ક્યું, હું હાલમાં લોકોની મદદ કરવા પર ધ્યાન આપું છું જેને મદદ માટે તાત્કાલિક જરૂર હોય. જો તમારી પાસે કોઈ વિચાર હોય તો આ ટ્વિટને રિપ્લાઈ કરી તમારો વિચાર જણાવો અને જો આ રીત અયોગ્ય લાગતી હોય તો પણ ચોખ્ખા શબ્દોમાં જણાવવા વિનંતી.

સોશિયલ મીડિયાએ પણ અબજોપતી જેફને અનેક વિચાર આપ્યા. 24 કલાકની અંદર તેમને 15,000થી વધારે જવાબ મળ્યા