આઈએસનો ઈઝરાયેલમાં પગપેસારો

આઈએસનો ઈઝરાયેલમાં પગપેસારો

આતંકી હુમલામાં મહિલા પોલીસ અધિકારીનું મોત નિપજ્યું છે. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠને ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)એ સ્વીકારી છે. ઈઝરાયેલમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી પ્રથમવાર જ આઈએએસએ સ્વીકારી છે. જોકે હમાસે આઈએસના દાવાને ફગાવી દેતાં જણાવ્યું છે કે હુમલો કરનારા ત્રણેય જણાં પેલેસ્ટાઈનના નાગરિક છે. તેઓ ઈસ્લામવાદી અને ડાબેરી ચળવળ સાથે જોડાયેલા છેઈસ્લામવાદી સંગઠન સાથે જોડાયેલા સમી અબુ જોહરીએ જણાવ્યું હતું કે આઈએસે ગેરસમજ ફેલાવવા માટે દાવો કર્યો છે. હુમલો કરનારા બે પેલેસ્ટાઈન નાગરિક પોપ્યુલર ફ્રાન્ટ ફોર લિબેરેશન ઓફ પેલેસ્ટાઈન અને ત્રીજો નાગરિક હમાસ સાથે જોડાયેલો હતો.
બીજીબાજુ આતંકવાદી સંગઠન આઈએસે જારી કરેલા ઓનલાઈન નિવેદનમાં જણાવ્યું હતું કે ત્રણ જેહાદીઓએ ગઈકાલે હાથ ધરેલી કાર્યવાહીમાં યહુદીઓની સભાની નિશાન બનાવી હતી. આ હુમલો અંતિમ હુમલો નથી, તેવી ચેતવણી પણ આઈએસે આપી હતી.