પાક.ના બે રાજદૂત  અફઘાનિસ્તાનમાંથી ગૂમ

પાક.ના બે રાજદૂત  અફઘાનિસ્તાનમાંથી ગૂમ

જલાલાબાદ શહેરમાં આવેલા પાકિસ્તાનના દૂતાવાસના બે રાજદૂતો જ્યારે પોતાના વતન જવા રવાના થયા હતા ત્યારે શુક્રવારથી લાપતા બન્યા હતા, એમ પાક.ના વિદેશ મંત્રાલયે આજે કહ્યું હતું.તેમના ગાયબ થવા પાછળ કોનો હાથ હોઇ શકે એ અંગે પાકે. કોઇ જ અટકળ કરી નહતી, પરંતુ  અફઘાનિસ્તાન સ્થિત અનેક જેહાદી જુથોએ ભૂતકાળમાં રાજદૂતોને નિશાન બનાવ્યા હતા.

'પાકિસ્તાને અફઘાનિસ્તાનને  વિનંતી કરી હતી કે લાપતા બનેલા રાજદૂતોને શોધવા માટે તમા પ્રયાસો હાથ ધરવા જોઇએ અને આરોપીઓ સામે કાયદાકીય રીતે કામ ચલાવવું જોઇે' એમ વિદેશ મંત્રાલયે એક વિનેદનમાં કહ્યું હતું. ઇસ્લામાબાદે કહ્યું હતું કે અફધાનિસ્તાને રાજદૂતોને શોધવા માટે ત્રણ ટીમો બનાવી હતી. તાજેતરના વર્ષોમાં કાબુલ અને ઇસ્લામાબાદ વચ્ચેના સબંધો તંગ બન્યા હતા. બન્ને દેશો એકબીજા પર આતંકવાદને ખતમ કરવા સંતોષકારક કામગીરી ના કરી હોવાના આક્ષેપો કર્યા હતા.