`એક કા તીન’માં નિષ્ણાંત છે નવાઝ શરીફ

 `એક કા તીન’માં નિષ્ણાંત છે નવાઝ શરીફ

નવાઝ શરીફની સંપતિમાં ઘટાડો થયો હોવા છતાં અબજોપતિ તરીકેનું સ્થાન તેમણે જાળવી રાખ્યું છે. પાકિસ્તાનના સૌથી વધુ માલેતુજાર સાંસદોમાં તેમનો પણ સમાવેશ થાય છે. 2016ની માહિતી પ્રમાણે પાકિસ્તાનના વડાપ્રધાન શરીફ પાસે 1.72 અબજની સંપત્તિ છે.

પનામા પેપર લીક વિવાદ પછી પણ નવાઝ શરીફને તેમના પુત્ર હુસેન પાસેથી સતત નાણાં મળી રહ્યા છે. હુસેન સાઉદી અરબમાં બિઝનેસ ચલાવે છે. પનામા પેપર લીક મુદ્દે નવાઝ શરીફને કોર્ટમાં જવું પડ્યું છે. પાકિસ્તાન ચૂંટણી પંચે ગઈકાલે સાંસદોની સંપતિ અંગે જાહેર કરેલી વિગતો મુજબ 2012માં નવાઝ શરીફ પાસે રૂ. 26.16 કરોડની સંપત્તિ હતી, પરંતુ 2013માં તે છ ગણી વધી રૂ. 1.82 અબજ થઈ છે. વડાપ્રધાન તરીકે નવાઝ શરીફની આ ત્રીજી મુદત છે.મીડિયા અહેવાલ પ્રમાણે વર્ષ 2014માં તેમની સંપત્તિ રૂ. બે અબજનો આંક પાર કરી ગઈ હતી, પરંતુ 2015માં સહેજ ઘટીને રૂ. 1.96 અબજ થઈ હતી. 2011માં પાકિસ્તાની વડાપ્રધાન પાસે રૂ. 16.6 અબજની સંપત્તિ હતી.