સેન ફ્રાન્સિસ્કોના ગોડાઉનમાં ફાયરિંગ

સેન ફ્રાન્સિસ્કોના ગોડાઉનમાં ફાયરિંગ

બંદૂકધારીએ ફાયરિંગ કરીને ત્રણ લોકોની હત્યા કરી દીધી છે અને બેને ઇજા થવા પામી છે. ત્યારબાદ બંદૂકધારીએ પોતાને જ ગોળી મારીને ખુદને જ મોતને ઘાટ ઉતારી દીધો છે. સેન ફ્રાન્સિસ્કોના પોલીસ પ્રમુખ ટોની ચેપલિને પત્રકારોને કહ્યુ કે આ બંદૂકધારીની ઓળખ થઇ શકી નથી. તેનાથી પાર્સલ ડિલીવરી સર્વિસની વર્દી પહેરી રાખી હતી. 

પોલીસ પ્રમુખે કહ્યુ કે અહીં ઘટના આતંકવાદ સાથે સંકળાયેલી હોય તેમ નથી લાગતું. યૂપીએસના પ્રવક્તા સ્ટીવ ગૌટે જણાવ્યું કે એક અસંતુષ્ટ કર્મચારીએ કંપનીની અંદર ફાયરિંગ કરી હતી. સેન ફ્રાન્સિસ્કો પોલીસે તે વિસ્તારને ચારેય તરફથી ઘેરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે અને ફાયરિંગનો જવાબ આપી રહી છે.