વડાપ્રધાન થેરેસા દ્વારા જાહેર તપાસના આદેશ

 વડાપ્રધાન થેરેસા દ્વારા જાહેર તપાસના આદેશ

 ગ્રેનફેલ ટાવરમાં લાગેલી આગને  સંપૂર્ણપણે શાંત કરવા અગ્નિશમન દળ પ્રયાસશીલ છે તે દરમિયાન અગ્નિશમન દળના વડાએ જણાવ્યું છે કે આગ અંકુશમાં આવ્યા પછી કોઈ બચેલું મળી જાય તો તેને ચમત્કાર જ કહેવાશે. ટાવરમાં ભભૂકી ઉઠેલી આગને કારણે અત્યાર સુધીમાં કુલ ૧૭ મૃત્યુ નોંધાઈ ચુક્યા છે. તે દરમિયાન વડાપ્રધાન થેરેસા મેએ આ ભીષણ આગના કેસમાં જાહેર તપાસના આદેશ આપ્યા છે.

બુધવારે રાતે  સ્થાનિક સમય મુજબ ૧.૧૬ના સુમારે ટાવરમાં આગ ભભૂકી ઊઠી ત્યારે ૬૦૦ લોકો હાજર હતા. પોલીસે જણાવ્યું હતું કે આગને ત્રાસવાદ સાથે સાંકળી શકાય તેવું કાંઈ જોવા મળ્યું નથી.આગ લાગ્યાના ૨૪ કલાક પછી પણ અગ્નિશમન દળ આગ શમનના કામે લાગેલું હતું. સત્તાવાળાનું કહેવું છ કે આગના સંપૂર્ણ શમન પછી ઇમારતની તપાસ થતાં મૃત્યુઆંક વધી શકે છે.હોસ્પિટલ્સમાં ૭૪ લોકોને સારવાર અપાઈ રહી છે અને તે પૈકી ૧૮ની હાલત હજી ગંભીર છે.