સ્કૂલ છૂટવા અગાઉ થયો બ્લાસ્ટ

સ્કૂલ છૂટવા અગાઉ થયો બ્લાસ્ટ

ગુરુવારે એક કિંડરગાર્ટનમાં બ્લાસ્ટ થયો હતો જેમાં સાત જણ મૃત્યુ પામ્યા હતા અને ૫૯ જખમી થયા હોવાના અહેવાલ છે. મળતી જાણકારી મુજબ, મૃતકોમાં બાળકોની સંખ્યા વધુ છે. પોલીસ બનાવની તપાસ કરી રહી છે, પરંતુ બ્લાસ્ટના કારણની હજુ સુધી જાણ થઈ શકી નથી.

મીડિયાના રિપોર્ટ મુજબ જે સમયે બ્લાસ્ટ થયો એની દસ મિનિટ બાદ સ્કૂલ છૂટવાની હતી. બાળકોને લેવા ગયેલા પરિવારજનો બહાર ઊભા હતા, જેમાં મોટે ભાગે મહિલાઓ હતી. ઘટના નજરે જોનારે જોનાર એક વ્યક્તિના જણાવ્યા મુજબ અચાનક જોરદાર બ્લાસ્ટ થયો ત્યારે અનેક બાળકો અને મહિલાઓ ત્યાં હાજર હતાં. ચારે બાજુ લોહી નજરે પડતું હતું. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ ૪૦ જણને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા જેમાંથી અનેકની હાલત ગંભીર છે.ફેંગશિયાન કાઉન્ટીના પોલીસ અધિકારીએ કહ્યું કે બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી, અનેક બાળકો ઘાયલ થયા છે. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઘણા બાળકો બેભાન પડયા હતા.