ચીનમાં વધતી વૃધ્ધોની સંખ્યાથી પરેશાન, હવે વધુ બાળકો પેદા કરવા પ્રોત્સાહન આપશે 

ચીનમાં વધતી વૃધ્ધોની સંખ્યાથી પરેશાન, હવે વધુ બાળકો પેદા કરવા પ્રોત્સાહન આપશે 

ચીને વધતી જતી વસ્તીને રોકવા માટે 1979માં વન ચાઈલ્ડ પોલિસી લાગુ કરી હતી. જેના કારણે વસ્તી પર લગામ કસવામાં તો ચીનને મદદ મળી હતી પણ આટલા વર્ષો બાદ તેની વિપરિત અસરો પણ જોવા મળી રહી છે. ચીને 2015માં વન ચાઈલ્ડ પોલિસને તો બંધ કરી દીધી છે પણ આટલા વર્ષો સુધી એક જ બાળકની નીતિના કારણે વૃધ્ધોની સંખ્યામાં થઈ રહેલા વધારાથી ચીન પરેશાન છે. હવે તો ચીનના શાસકોએ વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહન આપવા માંડ્યુ છે. તાજેતરમાં સરકારે એક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી હતી. જેમાં એક સૂઅરને ત્રણ બાળકો સાથે દર્શાવાયુ છે. આ પોસ્ટલ સ્ટેમ્પ સરકારની બદલાયેલી વિચારધારાનુ ઉદાહરણ હોવાનુ જાણકારોનુ કહેવુ છે. ચીનમાં હાલમાં પ્રતિ મહિલા ફર્ટિલિટી રેટ 1.57નો છે.ચીની દંપતિઓ કહે છે કે શહેરોમાં વધારે બાળકો ઉછેરવાનો ખર્ચ પોસાય તેવો નથી. જેના કારણે જાણકરો હવે લોકોને વધારે બાળકો પ્રોત્સાહિત કરવા માટે સરકાર સબસિડી જેવા પગલા ભરે તેવી સલાહ આપી રહ્યા છે. કેટલાક પ્રાંતોએ આ પ્રકારની નીતિઓ બનાવવાનુ શરુ પણ કરી દીધુ છે.