ચીનમાં 6,500 ફૂટની ઊંચાઇ પર વિશ્વનો સૌથી ઊંચો ગ્લાસ બ્રિજ, લંબાઇ 649 ફૂટ

ચીનમાં 6,500 ફૂટની ઊંચાઇ પર વિશ્વનો સૌથી ઊંચો ગ્લાસ બ્રિજ, લંબાઇ 649 ફૂટ

બેઇજિંગઃ ચીનના સિચુઆન પ્રાંતના બટાઇ માઉન્ટેન પર વિશ્વનો સૌથી ઊંચો ગ્લાસ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ જમીનથી 6,500 ફૂટની ઊંચાઇએ બન્યો છે. તેની લંબાઇ 649 ફૂટ છે. બ્રિજ બનતાં ચીનના બે શહેર પણ એકબીજા સાથે જોડાઇ ગયા છે. 85 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ તૈયાર થયો છે. તેની પહેલાનો વિશ્વનો સૌથી ઊંચો ગ્લાસ બ્રિજ પણ ચીને જ બનાવ્યો હતો, જે જમીનથી 1,800 ફૂટની ઊંચાઇ પર હતો.