ઈન્ડોનેશિયાઃ આખરે મ્યૂઝિયમમાંથી હિટલરની મીણની મૂર્તિ હટાવી

ઈન્ડોનેશિયાઃ આખરે મ્યૂઝિયમમાંથી હિટલરની મીણની મૂર્તિ હટાવી

જકાર્તાઃ ઈન્ડોનેશિયાના વિઝ્યુઅલ ઈફેક્ટ મ્યુઝિયમમાં હિટલરની મીણની મૂર્તિ મુકવામાં આવી હતી જે ભારે વિવાદ બાદ આખરે મ્યુઝિયમે હટાવી દીધી છે. હ્યુમન રાઈટ્સ વોચે એક્ઝિબિશનને લોકોની નારાજગી વ્યક્ત કરતું ગણાવ્યું હતું. બીજી બાજુ લોસ એન્જેલસ સ્થિત સિમોન વિન્સેથલ સેન્ટરે તેને તાત્કાલિક હટાવવાની માગણી કરી હતી. મ્યુઝિયમે કહ્યું કે હિટલર લાખો લોકોની હત્યાના જવાબદાર છે પણ લોકો તેમની મૂર્તિ સાથે સેલ્ફી લેવા માટે અહીં લાઈનમાં ઊભા રહે છે.