યુક્રેનઃ હથિયારના ગોડાઉનમાં વિસ્ફોટ, લોકોમાં ભાગદોડ મચી

યુક્રેનઃ હથિયારના ગોડાઉનમાં વિસ્ફોટ, લોકોમાં ભાગદોડ મચી

યુક્રેનના ઉત્તરીય શેરનિહિવ શહેરમાં મંગળવારે હથિયારોના ગોડાઉનમાં મોટો વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ બાદ સમગ્ર શહેર ખાલી કરાવવાનું શરૂ કરી દેવાયું છે. અંદાજે 10 હજાર લોકોને આજુબાજુના વિસ્તારોમાંથી સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. સાથે જ માર્ગની સાથે રેલવે ટ્રાફિકને પણ બ્લોક કરી દેવાયો છે. વિસ્ફોટની તીવ્રતાને ધ્યાનમાં લઇને 20 કિ.મી. હવાઈ ક્ષેત્ર પણ બંધ કરી દેવાયું છે.