US ઓપન ચેમ્પિયનઃ અમેરિકન ગોલ્ફર બ્રુક્સને મળ્યો ટુર પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ

US ઓપન ચેમ્પિયનઃ અમેરિકન ગોલ્ફર બ્રુક્સને મળ્યો ટુર પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ

અમેરીકાના ગોલ્ફર બ્રુક્સ કોએપકાની આ વર્ષે પીજીએ ટુર પ્લેયર એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. 28 વર્ષિય કોએપકા એક વોટથી જીતી ગયો હતો. કોએપકાએ ઇંગ્લેન્ડના જસ્ટિન રોસ, બ્રિટિશ ઓપન ચેમ્પિયન ઇટલીના ફ્રાન્સેસ્કો મોલિનારી, અમેરીકાના ડસ્ટિન જોનસન, બ્રાએસન ડીચેમ્બ્યુ અને જસ્ટિન થોમસને હરાવીને આ એવોર્ડ જીત્યો છે. કોએપકાએ આ વર્ષે યુએસ ઓપન અને પીજીએ ચેમ્પિયનશિપ જીતી હતી. કોએપકા 30 વર્ષ પછી સતત બે વખત યુએસ ઓપન જીતનાર પહેલો ખેલાડી બન્યો હતો. તે એક સિઝનમાં યુએસ ઓપન અને પીજીએ ચેમ્પિયનશિપ એમ બન્ને ટાઇટલ જીતનાર વિશ્વનો પાંચમો ગોલ્ફર છે.