જોહાનિસબર્ગમાં બે પેસેન્જર ટ્રેન ટકરાઇ, 200થી વધુ લોકો ઘાયલ

જોહાનિસબર્ગમાં બે પેસેન્જર ટ્રેન ટકરાઇ, 200થી વધુ લોકો ઘાયલ

જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના ઉપનગરમાં મંગળવારે બે ટ્રેન ટકરાવાની સર્જાયેલી દુર્ઘટનામાં 200થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇમરજન્સી સેવાના અધિકારીએ જણાવ્યું હતું કે દુર્ઘટનાનાં કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ગત સપ્તાહે જ દક્ષિણ આફ્રિકામાં એક યાત્રી ટ્રેન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 12 લોકોના મોત થયા હતાં.