લંડનના ગેટવિક એરપોર્ટ પર ડ્રોન ઉડાવનારા બે આરોપીની ધરપકડ કરી

લંડનના ગેટવિક એરપોર્ટ પર ડ્રોન ઉડાવનારા બે આરોપીની ધરપકડ કરી

બ્રિટિશ પોલીસે લંડન સ્થિત ગેટવિક એરપોર્ટ પર ગેરકાયદે રીતે ડ્રોન ઉડાવવા મામલે એક મહિલા સહિત બે લોકોની ધરપકડ કરાઈ છે. ગત બુધવારે સતત ડ્રોન દેખાવાને લીધે બીજા સૌથી વ્યસ્ત એરપોર્ટને બંધ કરવું પડ્યું હતું. તેનાથી ક્રિસમસની રજા માણવા માટે નીકળેલા 1.1 લાખ યાત્રીઓ પ્રભાવિત થયા હતા.