તૂર્કી: એજન કિનારે શરણાર્થીની બોટ ડૂબતા 8 લોકોનાં મોત નિપજ્યાં

તૂર્કી: એજન કિનારે શરણાર્થીની બોટ ડૂબતા 8 લોકોનાં મોત નિપજ્યાં

તૂર્કીના એજન કિનારે શરણાર્થીઓથી ભરેલી એક બોટનું કિનારે પહોચતા પહેલા જ સમુદ્રમાં સમાધિ લીધી હતી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર બોટમાં ક્ષમતા કરતા વધારે મુસાફરોને બેસાડવાને કારણે ઓવરલોડ થતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં 8 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 26 લોકો ગુમ થયા હતા. ઈરાકી મૂળની મહિલાને બચાવી લેવાઇ હતી. કોસ્ટગાર્ડની ટીમ ગુમ લોકોને શોધવા માટે હેલિકોપ્ટરની મદદ લઈ રહી છે.