ટ્રમ્પે જેરૂસલેમને ઈઝરાયલનું પાટનગર જાહેર કર્યું, ISએ આપી ધમકી

ટ્રમ્પે જેરૂસલેમને ઈઝરાયલનું પાટનગર જાહેર કર્યું, ISએ આપી ધમકી

વોશિંગ્ટન: અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિરોધોને નજરઅંદાજ કરીને બુધવારે મોડી રાતે જેરૂસલેમને ઈઝરાયલની રાજધાની જાહેર કરી છે. ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરીને આ નિર્ણયની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, અમેરિકા તેમની એમ્બેસી તેલ અવીવથી આ પવિત્ર શહેરમાં લાવશે. અમેરિકાએ હંમેશા દુનિયામાં શાંતિનો પક્ષ લીધો છે. સીમા વિવાદમાં ક્યારેય અમેરિકાનો કોઈ રોલ રહ્યો નથી. નોંધનીય છે કે, અમેરિકા હંમેશા જેરૂસલેમને પવિત્ર જગ્યા માનતા આવ્યા છે. 1948માં અમેરિકી પ્રેસિડન્ટ હૈરી ટ્રૂમેન પહેલાં વર્લ્ડ લીડર હતા જેમણે ઈઝરાયલને માન્યતા આપી હતી. ટ્રમ્પના આ નિર્ણય પહેલાં જ અરબી દેશોમાં તેનું વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું હતું. આઇએસ એ ટ્રમ્પના નિર્ણયનો વિરોધ કરતાં ધમકી પણ આપી છે. તે ઉપરાંત તુર્કી, સીરિયા, મિસ્ર. સાઉદી અરબ, જોર્ડન, ઈરાન સહિત 10 ગલ્ફ દેશોએ આ વિશે અમેરિકાને વોર્નિંગ આપી છે. ચીન, રશિયા, જર્મની વગેરે દેશોએ કહ્યું છે કે, ટ્રમ્પના આ નિર્ણયના કારણે તણાવ વધશે.