ટ્રમ્પ-કિમ જોંગ સિંગાપોરની કેપેલા હોટલમાં મળશે

ટ્રમ્પ-કિમ જોંગ સિંગાપોરની કેપેલા હોટલમાં મળશે

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે શિખરમંત્રણા સિંગાપોરના સેન્ટોસા ટાપુની કેપેલા હોટલમાં યોજાશે. તેને કવર કરવા દુનિયાભરના 3000 પત્રકારો આવી રહ્યા છે. આ બેઠકની સુરક્ષા માટે સિંગાપોર પોલીસે ગોરખા ટુકડીને તહેનાત કરી છે. સિંગાપોરે નેપાળના ગોરખાઓને સામેલ કરીને આ ફોર્સ બનાવી છે.