ઓસ્ટ્રેલિયામાં ગરમીથી હજારો ચામાચીડિયાનાં મોત

ઓસ્ટ્રેલિયામાં ગરમીથી હજારો ચામાચીડિયાનાં મોત

સિડનીઃ આ તસવીર ઓસ્ટ્રેલિયામાં સિડનીના બુશલેન્ડ કેમ્પવેલ ટાઉનની છે. અહીં ભીષણ ગરમી પડી રહી છે. પારો 45 ડિગ્રી પાર છે. ગરમીમાં ચામાચીડિયાના મગજ દાઝી ગયાં છે અને એકસાથે હજારો ચામાચીડિયાનાં મોત થયાં છે. વન વિભાગ કહે છે કે ચામાચીડિયાઓએ આકરો તાપ વેઠવો પડી રહ્યો છે, જેને તે સહન કરી શકતાં નથી. તેના કારણે ચામાચીડિયાના મોત થઇ રહ્યા છે.