બ્રિટનના આ એપાર્ટમેન્ટમાં છે બુલેટપ્રૂફ કાચ, એપાર્ટમેન્ટ્સની કિંમત અંદાજે 1,554 કરોડ 

બ્રિટનના આ એપાર્ટમેન્ટમાં છે બુલેટપ્રૂફ કાચ, એપાર્ટમેન્ટ્સની કિંમત અંદાજે 1,554 કરોડ 

તાજેતરમાં બ્રિટનના સૌથી મોંઘા એપાર્ટમેન્ટ 'વન હાઇડ પાર્ક' બનીને તૈયાર થયેલા આ લક્ઝરી બે માળના એપાર્ટમેન્ટ્સની કિંમત 16 કરોડ પાઉન્ડ (અંદાજે 1,554 કરોડ રૂ.) છે. એપાર્ટમેન્ટ્સના ગ્લાસ બુલેટપ્રૂફ વપરાયા છે અને સ્વિમિંગ પૂલ સહિત લગભગ તમામ સુવિધાઓ અપાઇ છે. પશ્ચિમ લંડનના નાઇટ્સબ્રિજમાં બનેલા 86 એપાર્ટમેન્ટમાં 24 કલાક SAS સિક્યુરિટી ઉપરાંત ઘરેલુ કામકાજ માટે કર્મચારી, લૉન્ડ્રી અને ડ્રાયક્લિનિંગની સુવિધા, ફાઇવ સ્ટાર લૉ મડારિન હોટલમાંથી રૂમ સર્વિસ પણ મળશે. એપાર્ટમેન્ટમાં વાઇન સ્ટોર, સોના અને સ્ટીમ બાથ, સિનેમા અને સ્ક્વોશ કોર્ટની પણ સુવિધા છે.