ગ્વાટેમાલામાં જ્વાળામુખી વિસ્ફોટનો મૃતકાંક 109ને પાર

ગ્વાટેમાલામાં જ્વાળામુખી વિસ્ફોટનો મૃતકાંક 109ને પાર

ગ્વાટેમાલાના ફ્યુગો જ્વાળામુખીમાં સક્રિય છે. જ્વાળામુખીમાં વિસ્ફોટ બાદથી હજુ સુધીમાં 109 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે, અને 200 લોકો ગુમ છે. રાહતકર્મીઓએ જ્વાળામુખીની લપેટમાં આવેલા ગામમાં શોધખોળ અભિયાન બંધ કરી દીધું છે. આ કારણે સ્થાનિક લોકો પરિજનને પોતાની જાતે શોધવા મજબૂર છે. નેશનલ ડિઝાસ્ટર એજન્સીએ કહ્યું કે જ્વાળામુખીમાંથી નીકળેલા લાવાનો કાટમાળ હજુ પણ ગરમ હોવાને કારણે ત્યાં રાહતકર્મીઓ માટે કામ કરવું ઘાતક સાબિત થઇ રહ્યું છે.