ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યાબાદ સુનામી આવી, 222નાં મોત

ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યાબાદ સુનામી આવી, 222નાં મોત

ઈન્ડોનેશિયાની સુંદા ખાડીમાં જ્વાળામુખી ફાટ્યાબાદ સુનામીની આવતાં 222 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 700 જેટલાં લોકો ઘાયલ થયાં છે. સ્થાનિક અધિકારીઓ મુજબ શનિવારે મોડી રાત્રે અનાકા ક્રાકાતોઆ જ્વાળામુખી ફાટ્યાં બાદ સમુદ્રની નીચે ભૂસ્ખલન થયું હતુ. પરિણામે ઉંચા મોજાને કારણે કાંઠા પરના વિસ્તારો તેની ઝપેટમાં આવી ગયા હતા. દક્ષિણી સુમાત્રાના કાંઠે કેટલીક ઈમારતો નષ્ટ થઈ ગઈ છે. સુંદા ખાડી ઈન્ડોનેશિયાના જાવા અને સુમાત્રા દ્વીપની વચ્ચે છે. આ જાવાનો દરિયો હિંદ મહાસાગરને જોડે છે. સુનામીની સૌથી વધુ અસર સુમાત્રાના દક્ષિણ લામપુંગ અને જાવાના સેરાંગ તેમજ પાંદેલાંગ વિસ્તારમાં થઈ હતી.