યમન : હોથી વિદ્રોહીઓએ ટીવી ચેનલના 41 કર્મચારીઓને બંધક બનાવ્યા

યમન : હોથી વિદ્રોહીઓએ ટીવી ચેનલના 41 કર્મચારીઓને બંધક બનાવ્યા

સના: યમનમાં હોથી વિદ્રોહીઓએ પૂર્વ રાષ્ટ્રપતિ અલી અબ્દુલ્લાહ સાલેહની હત્યા બાદ પૂર્વ પાટનગર સનામાં હવે એક ટીવી ચેનલના પત્રકારો સહિત 41 કર્મચારીઓને બંધક બનાવી લેવાયા છે. વિદ્રોહીઓએ યમન અલ યુમ ટીવી ચેનલના હેડક્વાર્ટર પર રોકેટ અને ગ્રેનેડથી હુમલો પણ કર્યો. હુમલામાં ચેનલના ત્રણ સિક્યોરિટી ગાર્ડ ઘવાયા છે. મીડિયા સંગઠનોઅે પત્રકારોને મુક્ત કરવાની અપીલ કરી છે.