બ્રિટિશ મહારાણીની સલામીમાં પહેલી વખત પાઘડીધારી શીખની હાજરી

બ્રિટિશ મહારાણીની સલામીમાં પહેલી વખત પાઘડીધારી શીખની હાજરી

બ્રિટનનાં મહારાણી એલિઝાબેથના જન્મદિને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી છે. 9 જૂને બકિંગહામ પેલેસમાં તૈનાત કંપની તેમને સલામી આપશે. તેના માટે રિહર્સલ ચાલી રહ્યું છે. તેને કોલોનલ રિવ્યૂ કહેવાય છે. પરેડમાં 1400 સૈનિકો જોડાશે, તેમાં પહેલી વખત પાઘડીધારી શીખ સૈનિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. અન્ય તમામ સૈનિક વિશિષ્ટ સેરિમોનિયલ કેપમાં હશે. હોર્સગાર્ડ પણ આ પરેડમાં ભાગ લેશે. 200 ઘોડા, 10 બેન્ડ્સ અને 400 મ્યુઝિશિયન પરફોર્મ કરશે. 9 જૂને મહારાણી પરેડને સેલ્યૂટ આપશે.