સીરિયાના ડુમામાં 500થી વધુ દર્દીઓ પર કેમિકલ હુમલાની અસર થઇ : WHO

સીરિયાના ડુમામાં 500થી વધુ દર્દીઓ પર કેમિકલ હુમલાની અસર થઇ : WHO

જિનિવા: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) અનુસાર સીરિયાના ડુમા શહેરમાં 500થી વધુ દર્દીઓમાં કેમિકલ હુમલાનાં લક્ષણો જોવા મળ્યાં છે. હુમલામાં ટોક્સિસ કેમિકલનો ઉપયોગ થયાની આશંકા છે. સંગઠને આ વિસ્તારમાં લોકોને મદદ પહોંચાડવાની અપીલ કરી છે. ગત અઠવાડિયે ડુમામાં 70 લોકોના મોત નિપજ્યાં હતા. જોકે સીરિયાની સરકારે હુમલાના આરોપો સ્પષ્ટ નકારી દીધા છે.