ઈન્ડોનેશિયામાં 14 વર્ષ અગાઉ માર્યા ગયેલા 30 લોકોનાં શબ મળી આવ્યા

ઈન્ડોનેશિયામાં 14 વર્ષ અગાઉ માર્યા ગયેલા 30 લોકોનાં શબ મળી આવ્યા

ઈન્ડોનેશિયાના કાજહૂમાં 2004માં ભૂકંપ અને સુનામીમાં મૃત્યુ પામેલા 30 લોકોનાં શબ મળી આવ્યા છે. બુધવારે શબ મળી આવ્યાં હતાં. આ શબ એક હાઉસિંગ કોમ્પ્લેક્સની કન્સ્ટ્રક્શન સાઈટમાં ખોદકામ દરમિયાન મળી આવ્યા હતા. કાજહૂમાં 9.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના બાદ સુનામી આવ્યું હતું. ભૂકંપ અને સુનામીમાં લગભગ એક લાખ 70 હજાર લોકો માર્યા ગયા હતા. 3 લાખ વિસ્થાપિત થયા હતા. જેમાં અનેક લોકોની શબ મળ્યા ન હતા. જે પૈકીના 30 લોકોના શબ ઘટનાના 14 વર્ષ બાદ મળી આવ્યા છે.