બ્રિટન: પીએમ થેરેસા મેની હત્યાનું ષડ્યંત્ર, આતંકીને કોર્ટ સમક્ષ હાજર કરાયો

બ્રિટન: પીએમ થેરેસા મેની હત્યાનું ષડ્યંત્ર, આતંકીને કોર્ટ સમક્ષ હાજર કરાયો

લંડન: બ્રિટનના પીએમ થેરેસા મેની હત્યાના ષડ્યંત્રનો ખુલાસો થયો છે. સિક્યોરિટી સર્વિસ એમઆઈ 5ના ડિરેક્ટર એન્ડ્રયૂ પાર્કરે કેબિનેટ મંત્રીઓને કહ્યું કે શંકાસ્પદોએ ડાઉનિંગ સ્ટ્રીટ પર વિસ્ફોટ કરવાની યોજના બનાવી હતી. તેના બાદ તેમણે થેરેસા મેની હત્યાની યોજના બનાવી હતી. બંને આતંકીઓને 26 નવેમ્બરે એમઆઈ 5, સ્કોટલેન્ડ યાર્ડ અને વેસ્ટ મિડલેન્ડ્સના એટીએસ અધિકારીઓએ સંયુક્ત અભિયાનમાં ઝડપી લીધા હતા. તેમને બુધવારે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો.