ઉત્તર કોરિયાના શાસકે પત્નીનો ફોટો ખેંચતા ફોટોગ્રાફરને ધક્કો માર્યો

ઉત્તર કોરિયાના શાસકે પત્નીનો ફોટો ખેંચતા ફોટોગ્રાફરને ધક્કો માર્યો

ઉ.કોરિયાના શાસક કિમ જોંગ ઉને 27 એપ્રિલે દ.કોરિયાની ઐતિહાસિક યાત્રા દરમિયાન એક ફોટોગ્રાફરને ધક્કો મારી દેતા ચર્ચાનો વિષય બન્યો હતો. ખરેખર ફોટોગ્રાફર કિમની પત્ની રી સોલનો ફોટો ખેંચી રહ્યો હતો. તે સમયે દ.કોરિયાના પ્રમુખ મૂનનાં પત્ની પણ સોલ સાથે હતા. ધક્કો મારવાનો વીડિયો વાઇરલ થયા બાદ 5 લાખ લોકો તેને નિહાળી ચૂક્યા છે.