સોમાલિયાના સ્ટેડિયમમાં આતંકીઓએ વિસ્ફોટ કર્યો, 5નાં મોત

સોમાલિયાના સ્ટેડિયમમાં આતંકીઓએ વિસ્ફોટ કર્યો, 5નાં મોત

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં શુક્રવારે ફૂટબોલ સ્ટેડિમ પર આતંકી હુમલો કરાયો હતો. જેમાં 5 ફૂટબોલચાહકો મૃત્યુ પામ્યા હતા અને 9ને ઇજા પહોંચી હતી. બધાની સ્થિતિ ગંભીર જણાવાઈ છે. આ હુમલો આતંકી સંગઠન અલ કાયદા સાથે સંકળાયેલા શાદાબના આતંકીઓએ તે સમયે કર્યો જ્યારે દર્શકોથી ખીચોખીચ ભરેલા વારાવે સ્ટેડિયમમાં સ્થાનિક ફૂટબોલ મેચ રમાઈ રહી હતી.