તાલિબાનના ગોડફાધર મૌલવી સમી-ઉલ-હકની હત્યા, આરોપીની ઓળખ અસ્પષ્ટ

તાલિબાનના ગોડફાધર મૌલવી સમી-ઉલ-હકની હત્યા, આરોપીની ઓળખ અસ્પષ્ટ

પાકિસ્તાનના તાલિબાનના ગોડફાધર કહેવાતા મૌલવી સમી-ઉલ-હકની રાવલપિંડીમાં હત્યા કરી દેવામાં આવી છે. સમી-ઉલ-હકને એક ધાર્મિક નેતા માનવામાં આવતો હતો. તે અગાઉ સાંસદ પણ રહી ચૂક્યો છે. તે કટ્ટરપંથી રાજકીય પાર્ટી જમાત-ઉલેમા-એ-ઈસ્લામી-સમીનો વડો હતો. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને તપાસના આદેશ આપી દીધા છે. જોકે હજી હત્યારાની ઓળખ થઇ શકી નથી.