તાલિબાને સંઘર્ષવિરામની જાહેરાત બાદ હુમલો કરી 17 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા

તાલિબાને સંઘર્ષવિરામની જાહેરાત બાદ હુમલો કરી 17 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં તાલિબાની આતંકીઓના એક જૂથે સેનાના કેમ્પ પર હુમલો કર્યો હતો. હુમલામાં 17 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્ય હતા. આ હુમલા જાવોલ જિલ્લામાં શુક્રવાર રાતે કરાયા હતા. જાવોલ ડિસ્ટ્રિક્ટ ગવર્નરે કહ્યું કે આતંકીઓએ સેનાના હથિયાર પણ લૂંટી લીધાં છે. વોટ્સઅેપ પર આપેલા મેસેજમાં તાલિબાને 18 સૈનિકોને મારવાનો દાવો કર્યો છે. તાલિબાને આ હુમલો તેની તરફથી જાહેર સંઘર્ષવિરામની જાહેરાતના અમુક કલાકો બાદ કરાયો હતો. અગાઉ રાષ્ટ્રપતિએ તાલિબાન વિરુદ્ધ સંઘર્ષવિરામની એકતરફી જાહેરાત કરી હતી.