ચીનની લેબમાં સુપર ટ્રેન બની રહી છે, દાવો - તેની સ્પીડ 1000 કિમી/કલાકથી પણ વધુ હશે

ચીનની લેબમાં સુપર ટ્રેન બની રહી છે, દાવો - તેની સ્પીડ 1000 કિમી/કલાકથી પણ વધુ હશે

ચીન સુપર ટ્રેન બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. સિચુઆન યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ 45 મીટરની વેક્યુમ ટ્યુબ બનાવી છે. તેમાં પ્રોટોટાઈપ અલ્ટ્રા હાઈસ્પીડ ટ્રેનના પરીક્ષણ થઈ રહ્યાં છે. રેલમેન નામે ચર્ચિત પ્રોફેસર ડેંગે થિયરીમાં દાવો કર્યો છે કે આ ટ્રેન 1000 કિમી કલાકની ઝડપે દોડી શકે છે. જે વર્તમાન બુલેટ ટ્રેનથી 3 ગણી ઝડપી હશે.