તાલિબાન વિરુદ્ધ દેખાવો શરૂ, આતંકીની ઈમારતમાં આગચંપી કરી

તાલિબાન વિરુદ્ધ દેખાવો શરૂ, આતંકીની ઈમારતમાં આગચંપી કરી

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના ખૈબર પખ્તૂનવાં પ્રાંતમાં સ્થાનિક લોકોએ આતંકી સંગઠન તાલિબાન વિરુદ્ધ દેખાવો શરૂ કરી દીધા છે. વારંવાર બનતી આતંકી ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ દરમિયાન એક તાલિબાની આતંકીની ઈમારતને આગ ચાંપી કરી દીધી હતી. આ દેખાવોનો એક વીડિયો પણ વાઈરલ થયો છે. તેમાં પાક.ના લોકો તાલિબાનની ઓફિસ સળગાવ્યા બાદ, જો દહશતગર્દી હે, ઇસકે પીછે વર્દી હે, નો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.