સોમાલિયા: અમેરિકી સેનાના બોમ્બમારામાં 24 આતંકી ઠાર 

સોમાલિયા: અમેરિકી સેનાના બોમ્બમારામાં 24 આતંકી ઠાર 

અમેરિકી સેનાએ સોમાલિયામાં આતંકી સંગઠન અલ શબાબના ઠેકાણાંઓ પર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં 24 આતંકીને ઠાર મરાયા હોવાનુ સામે આવી રહ્યું છે. અમેરિકાની આફ્રિકી પ્રતિનિધિએ જણાવ્યું કે મધ્ય સોમાલિયાના હિરાન ક્ષેત્રમાં આતંકીઓનાં ઠેકાણાં નજીક એક દિવસ પહેલાં હુમલા કરાયા હતા. આતંકીઓની વધતી પ્રવૃત્તિને અટકાવવા માટે અમેરીકાએ અહીં હુમલા કર્યા હોવાનો બચાવ કર્યો છે.