સોમાલિયાના ઇતિહાસમાં સૌથી ભયંકર હુમલામાં થયા 276ના મોત

સોમાલિયાના ઇતિહાસમાં સૌથી ભયંકર હુમલામાં થયા 276ના મોત

સોમાલિયાની રાજધાની મોગાદીશૂમાં થયેલા શક્તિશાળી બોંબ વિસ્ફોટમાં 276 લોકોના મોત થયા છે અને 300 લોકોને ઇજા પહોચી હતા. આ આંકડો હજી વધી શકે છે.

અદિરહમાન ઓસમાણે ટ્વિટમાં આ હુમલાને નિષ્ઠુર કહ્યું અને ટર્કી અને કેન્યા જેવા દેશે ઉપચારની સહાય મોકલી છે તે જણાવ્યું. બધા હોસ્પિટલ હુમલા બાદ ભરાયી ગયા હતા. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, ઘાયલો ઓળખી ન શકાય તેટલી હદે દાઝી ગયાં છે.

વિસ્ફોટની જાણ થતાં જ સુરક્ષા અને બચાવટુકડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. શનિવારે આખી રાત મૃતકો અને ઇજાગ્રસ્તોને બચાવવાની કામગીરી ચાલી હતી. આખી રાત મોગાદિશૂની સડકો પર એમ્બ્યુલન્સની સાયરનો ગુંજતી રહી હતી.

મોગાદીશૂ બોંબિંગ સહારાના આફ્રિકામા સૌથી ભયંકર હુમલો છે, કેન્યાની ગરિસ્સા યુનિવર્સીટી પર થયેલ 2015માં હુમલા અને કેન્યા અને ટંઝાનિયાની અમેરીકી રાજદૂતભવન 1998માં થયેલ હુમલાની સરખામણીમાં.

સોમાલિયા સરકારે આ હુમલાને રાષ્ટ્રીય દુર્ઘટના જાહેર કરતાં વિસ્ફોટ માટે અલ-કાયદા સાથે સંકળાયેલ આતંકવાદી સંગઠન અલ-શાદાબને જવાબદાર ગણાવ્યું હતું. સોમાલિયામાં આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર અલ-શાદાબે હુમલાની જવાબદારી સ્વીકારી નથી.