અફઘાનિસ્તાન: સૈનિકો અને તાલિબાન આતંકીઓએ સાથે ઇદ મનાવી

અફઘાનિસ્તાન: સૈનિકો અને તાલિબાન આતંકીઓએ સાથે ઇદ મનાવી

અફઘાનિસ્તાનમાં 17 વર્ષમાં પહેલી વાર તાલિબાન આતંકીઓ અને સૈનિકોએ સાથે ઇદ મનાવી. સૈનિકો અને આતંકીઓ એકબીજાને ભેટ્યા, હાથ મિલાવ્યા અને સેલ્ફી પણ લીધી હોય તેવી તસવીરો વાઇરલ થઇ છે. જોકે અફઘાનિસ્તાન સરકારે તેની પુષ્ટિ નથી કરી પણ આ તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ છે. અફઘાનિસ્તાનમાં 1996થી 2001 સુધી તાલિબાનનું શાસન હતું.