સોમાલિયામાં રાષ્ટ્રપતિના મહેલ નજીક વિસ્ફોટમાં 6 લોકોનાં મોત 

સોમાલિયામાં રાષ્ટ્રપતિના મહેલ નજીક વિસ્ફોટમાં 6 લોકોનાં મોત 

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં આત્મઘાતી હુમલાખોરે સૈન્ય તપાસ ચોકીને પાર કરીને વિસ્ફોટકથી ભરેલી કારને રાષ્ટ્રપતિના મહેલ પાસે ઉડાવી દીધી હતી. આ ઘટનામાં છ લોકોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં 10થી વધુ લોકો ઘવાયા હતા. મૃતકોમાં કેટલાક સૈનિકો પણ સામેલ છે. પોલીસે જણાવ્યું કે આ ક્ષેત્ર ખૂબ જ સંવેદનશીલ છે. અહીંથી શનિવારે સંસદસભ્યો પણ પસાર થયા હતા.