સાઉદી અરબમાં સજાતીય લગ્ન કરનારા યુવકોની ધરપકડ

સાઉદી અરબમાં સજાતીય લગ્ન કરનારા યુવકોની ધરપકડ

રિયાધ: સાઉદી અરબમાં પોલીસે સજાતીય લગ્ન કરનારા યુવકોની ધરપકડ કરી લીધી છે. આ લગ્નનો વીડિયો વાયરલ થયા બાદથી પોલીસ હરકતમાં આવી હતી. ત્યારબાદ તેમને શોધી રહી હતી. વીડિયોમાં બે પુરુષ એક બીજા સાથે ચાલી રહ્યા છે અને તેમના પર પુષ્પવર્ષા કરાઈ રહી છે. તેમાંથી એકે વધૂનાં વસ્ત્ર પહેર્યા છે. સાઉદીમાં સજાતીય લગ્ન અંગે કોઈ લેખિત કાયદો નથી. એવા મામલે કોર્ટ શરિયત કાનૂનનો અમલ કરે છે.