રનર સોફીએ 16 કલાકની રેસમાંથી સમય કાઢી બાળકને સ્તનપાન કરાવ્યું

રનર સોફીએ 16 કલાકની રેસમાંથી સમય કાઢી બાળકને સ્તનપાન કરાવ્યું

સોફીએ અલ્ટ્રા મોન્ટ બ્લેન્ક રેસની વચ્ચે થોડો સમય કાઢી બાળકને સ્તનપાન કરાવ્યું હતું ત્યારની આ તસવીર છે. બ્રિટિશ અલ્ટ્રા રનર સોફી પાવરનો પોતાના ત્રણ મહિનાના બાળકને સ્તનપાન કરાવતો વાઇરલ થયો છે. 171 કિમી.ની રેસ સોફીએ 43 કલાક 33 મિનિટમાં પૂરી કરી હતી. દરમિયાન તે ઇટાલી, ફ્રાન્સ અને સ્વિત્ઝર્લેન્ડના માર્ગો પરથી પસાર થઈ હતી. રેસમાં સોફીએ 15,950 કેલોરી બર્ન કરી હતી. સામાન્ય રીતે સોફી બાળકને દર ત્રણ કલાકે સ્તનપાન કરાવે છે પરંતુ રેસને કારણે સોફીએ 16 કલાકે સ્તનપાન કરાવ્યું હતું.