વિયેતનામ: હેનોઇમાં પાણી પર કઠપૂતળીના ખેલ, લોકો જોવા ઉમટી પડ્યા

વિયેતનામ: હેનોઇમાં પાણી પર કઠપૂતળીના ખેલ, લોકો જોવા ઉમટી પડ્યા

વિયેતનામની રાજધાની હેનોઇના થાંગ લૉન્ગ થિયેટરમાં યોજાયેલા ફેસ્ટિવલમાં કલાકારોએ પાણી પર કઠપૂતળીના ખેલ રજૂ કર્યા હતા. જેને નિહાળવા સેકડોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ અહીંની સદીઓ જૂની કળા છે, જેની શરૂઆત દેશના ઉત્તર ભાગમાં ખેડૂતોના મનોરંજન માટે થઇ હતી. હવે આ કળા બાળકોથી માંડીને વૃદ્ધો બધી ઉંમરના લોકોમાં લોકપ્રિય બની છે.