ચંદીગઢમાં ખાનગી સ્કૂલોએ આવક જાહેર કરવી પડશે: ગૃહ મંત્રાલય

ચંદીગઢમાં ખાનગી સ્કૂલોએ આવક જાહેર કરવી પડશે: ગૃહ મંત્રાલય

નવી દિલ્હી: ચંદીગઢમાં ખાનગી સ્કૂલો અને સરકારી સહાય ન મેળવતી અન્ય શૈક્ષણિક સંસ્થાઓ શૈક્ષણિક સત્ર દરમિયાન તેમની મરજી મુજબ ફી વધારી શકે નહીં અને તેમણે પ્રત્યેક વર્ષે તેમની આવક અને ખર્ચની માહિતી જાહેર કરવી પડશે. ગૃહ મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે ખાનગી સ્કૂલોની આવકનો કોઈ પણ ભાગ ટ્રસ્ટ અથવા સ્કૂલ મેનેજમેન્ટ કમિટીમાં કોઈ વ્યક્તિના ખાતામાં તબદિલ કરી શકાશે નહીં અને તેમાંથી નફો મેળવી શકાશે નહિં નહિતર તેના પર કેપિટેશન ફી વસૂલવામાં આવશે.