બ્રાઝિલમાં કેદીઓને છોડાવવા માટે જેલનો ગેટ ઉડાવાયો, અથડામણમાં 21 લોકોનાં મોત નિપજ્યાં

બ્રાઝિલમાં કેદીઓને છોડાવવા માટે જેલનો ગેટ ઉડાવાયો, અથડામણમાં 21 લોકોનાં મોત નિપજ્યાં

રિયો ડી જાનેરિયો: પોલીસે બુધવારે જેલમાંથી ભાગવાનો પ્રયાસ કરનારા 21 કેદીઓને ઠાર માર્યા હતા. આ ઘટના ઈસાબેલ જેલમાં સર્જાય હતી. અહીં કેદીઓને જેલમાંથી મુક્ત કરાવવા હથિયારધારી જૂથે જેલના ગેટને વિસ્ફોટકથી ઉડાવી દીધો હતો. પોલીસે પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. જૂથના 15 સભ્ય, પાંચ કેદીઓ મૃત્યુ પામ્યા હતા. એક જવાનનું પણ મોત નિપજ્યું હતું.